Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : કાવીઠા ગામે સરપંચની ચૂટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી પાણીનો સપ્લાય બંધ : સ્થાનિક

કાવીઠા ગામે ચૂંટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી મહિલા સરપંચના પતિ દ્વારા એક વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે

X

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામે ચૂંટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી મહિલા સરપંચના પતિ દ્વારા એક વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, તો બીજી તરફ મહિલા સરપંચ પતિ આ તમામ આરોપોને નકારી રહ્યો છે.

ચૂંટણી પ્રક્રિયા નજીક આવતી હોય, ત્યારે ઉમેદવારો જાહેર જનતાને દરેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાની બાંહેધરી આપતા હોય છે. આવી જ સ્થિતિ સંખેડા તાલુકાના કાવીઠા ગામે મહિલા સરપંચ ચૂંટણી તો હેમખેમ કરી જીતી ગયા, પરંતુ ચૂંટણી બાદ જે રીતે ગ્રામજનોને સુવિધાઓ પૂરી પાડવાની હોય તે સુવિધાઓથી ગ્રામજનો છેલ્લા 2 મહિનાથી વંચિત છે. ગ્રામજનોએ વારંવાર સરપંચને રજૂઆત કરતા તેઓના પતિ લોકો સમક્ષ જવાબ આપી રહ્યા છે. પાણી બંધ કરવાની સાથે જ સ્ટ્રીટ લાઈટ પણ બંધ કરી દીધી હોવાથી સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે.

કાવીઠા ગામની વાતની અને મુંબઈની ખ્યાતનામ મોડલ એશ્રા પટેલે પણ સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે આ મામલે છોટાઉદેપુર જિલ્લાનું કાવીઠા ગામ ભારે ચર્ચામાં આવ્યું હતું. જોકે, એશ્રા પટેલ ચૂંટણી તો હારી ગઈ હતી. પરંતુ ચૂંટાયેલ મહિલા સરપંચના પતિએ ભૂંગા કોલોની વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી પાણીનો સપ્લાય બંધ કરી દેતા એશ્રા પટેલ મેદાને આવી છે. સ્થાનિકોની સમસ્યાને લઈ એશ્રા પટેલે પાણીના ટેન્કરની સુવિધા કરી આપી છે. પરંતુ તેમાં પણ મહિલા સરપંચના પતિ રોડા નાંખતો હોય તેવો આક્ષેપ કરાયો છે.

જોકે, સ્થાનિકોના આક્ષેપોને મહિલા સરપંચ અને તેમનો પતિ નકારી રહ્યો છે, તો બીજી તરફ પાણી બંધ થવા પાછળ પણ વસાહત નિગમના કુંવામાં પાણીની અછત હોવાને લઈ વસાહત વાળાઓએ જ પાણી બંધ કર્યું હોવાનું કારણ બતાવી રહ્યા છે, જ્યારે મહિલા સરપંચના વહીવટની વાત કરીએ તો તે એક ગૃહિણી છે, અને તેમને બોલતા પણ ફાવતું ન હોવાથી તેમનો પતિ મદદ કરતો હોવાનું મહિલા સરપંચના પતિએ જણાવ્યું હતું.

Next Story