સાબરકાંઠા: હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલે ટેકાના ભાવથી મગફળી ની ખરીદીની શરૂઆત કરાવી

સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.

New Update
Advertisment
  • રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

  • હિમંતનગરથી CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ 

  • 160 કેન્દ્રો પર થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી

  • પ્રતિમણના 1356 રૂપિયાના ભાવથી ખરીદી કરાશે

  • ખેડૂતોને પડખે રાજ્ય સરકાર ઉભી રહેશે સરકારે આપી ખાતરી      

Advertisment
સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેડયાર્ડ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે મગફળીની ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરાવી હતી.રાજ્યભરમાંથી 3,29,552 ખેડૂતોએ ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જોકે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પ્રતિમણના 1356 રૂપિયાના ભાવથી ખરીદી કરશે.અને રાજ્યમાં કુલ 160 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.આ પ્રસંગે આગામી સમયમાં ખેડૂતોને પડખે રાજ્ય સરકાર ઉભી રહેશે તેવી ખાતરી પણ આપી હતી. ખેડૂતોની આર્થિક સધ્ધરતા કાયમ બની રહે તે માટે પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાની વાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Latest Stories