Connect Gujarat
ગુજરાત

ગાંધીનગરમાં કોરોના "બ્લાસ્ટ" : એક ઝાટકે 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ...

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોનાના 8 થી 20 કેસ નોંધાઇ રહ્યા હતા, તેવામાં શુક્રવારે(8-4-2022)ના રોજ રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થયો છે.

ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ : એક ઝાટકે 15 વિદ્યાર્થીઓ પોઝિટિવ...
X

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોનાના 8 થી 20 કેસ નોંધાઇ રહ્યા હતા, તેવામાં શુક્રવારે(8-4-2022)ના રોજ રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થયો છે. ગુજરાત નેશનલ લો-યુનિમાં એક સાથે 15 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાતા ટેસ્ટ કરાયા હતા. હાલ 15 જેટલા વિદ્યાર્થીઓ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધા જ પોઝિટિવ વિધાર્થીઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.

ગુજરાતમાં ગઇકાલે(7-4-2022)ના રોજ રાજ્યમાં કોરોના વાયરસના 8 કેસ નોંધાયા હતા અને 9 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદ શહેરમાં 3, ખેડામાં 2, ગાંધીનગર શહેરમાં 1, કચ્છમાં 1 અને વડોદરામાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો. કોરોનાના નવા વેરિઅન્ટ XEનો પહેલો કેસ બુધવારે મુંબઈમાં જોવા મળ્યો હતો, ત્યારે હવે મહારાષ્ટ્ર મંત્રી આદિત્ય ઠાકરેએ એક ટ્વીટ કરતા લખ્યું કે, કોરોનાના નવા વેરિઅન્ટ XEના શંકાસ્પદ દર્દીઓની હાલત ઠીક છે. તેના સંપર્કમાં આવતા લોકો કોરોના નેગેટિવ છે. નમૂના પરીક્ષણ માટે NIBMGને મોકલવામાં આવ્યા છે. હું લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરું છું.

તો આ દરમિયાન, મહારાષ્ટ્ર આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી કોરોનાના વેરિઅન્ટ XE વિશે પુષ્ટિ કરવા માટે અધિકૃત સંસ્થા છે. અમે સેમ્પલ મોકલ્યા છે, હજુ પુષ્ટિ નથી થઈ. તો બીજી તરફ XE વેરિઅન્ટની વાત કરવામાં આવે તો XE વેરિઅન્ટમાં ચેપ 10 ટકા ઝડપથી ફેલાય છે. જોકે, આ સિવાય ગભરાવાની કોઈ વાત નથી. સરકારી સૂત્રોએ મીડિયા અહેવાલોને રદિયો આપ્યો છે કે, દેશમાં XE કેસ મળી આવ્યા હતા. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે નમૂનાની ફાસ્ટ ક્યૂ ફાઇલ, જેને XE વેરિઅન્ટ કહેવામાં આવે છે.

Next Story