Connect Gujarat
ગુજરાત

કોવિડ-19 : રાજયમાં આજે 38 નવા પોઝિટિવ કેસ નોધાયા

કોવિડ-19 : રાજયમાં આજે 38 નવા પોઝિટિવ કેસ નોધાયા
X

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. રાજ્યના તમામ જિલ્લામાં સતત ચોથા દિવસે ૧૦થી ઓછા દૈનિક કેસ નોંધાયા છે જ્યારે 20થી વધુ જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

ગુજરાતમાં હાલ 637 એક્ટિવ કેસ છે. જ્યારે 8 દર્દી વેન્ટિલેટર પર છે. 629 દર્દીની તબિયત સ્ટેબલ છે. રાજ્યમાં ડાંગ, પાટણ, નર્મદા એવા જિલ્લા છે જ્યાં કોરોનાનો એકપણ કેસ નથી. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૯, અમદાવાદમાં 6, રાજકોટમાં 4, વડોદરામાં 3, ગીર સોમનાથમાં 2, નવસારીમાં 2, રાજકોટમાં 2 તથા આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, મહીસાગર, સાબરકાંઠા અને વલસાડમાં ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.

છેલ્લા ૨૪ કલાકમાં જ્યાં એકપણ નવો કેસ નોંધાયો નથી તેમાં અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જામનગર, ખેડા, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરાનો સમાવેશ થાય છે.

કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૦૭૪ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ 90 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,13,673 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.70% છે. રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,86,712 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,87,54,257 પર પહોંચ્યો છે.

Next Story
Share it