Covid-19 : ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના નવા 7476 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476 કેસ નોંધાયા છે. બીજી તરફ 2704 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા. આજે 3,30,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2861, સુરત કોર્પોરેશનમાં 1988, વડોદરા કોર્પોરેશનમાં 551, રાજકોટ કોર્પોરેશનમાં 244, વલસાડ 189, ભાવનગર કોર્પોરેશન 136, સુરત 136, ગાંધીનગર કોર્પોરેશન 135, કચ્છ 121, મહેસાણા 108, ભરુચ 92, આણંદ 88, જામનગર કોર્પોરેશનમાં 82, રાજકોટ 75, ખેડા 71, નવસારી 69, મોરબી 57, સાબરકાંઠા 56, વડોદરા 55, ગાંધીનગર 47, જામનગર 47, અમદાવાદ 42, સુરેન્દ્રનગર 42, પંચમહાલ 24, જૂનાગઢ કોર્પોરેશન 23, અમરેલી 21, બનાસકાંઠા 21, મહીસાગર 20, ગીર સોમનાથ 19, ભાવનગર 16, દેવભૂમિ દ્વારકા 15, દાહોદ 9, નર્મદા 5, અરવલ્લી 3, જૂનાગઢ 3, તાપી 3, ડાંગ 1, પોરબંદર 1 કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 37238 કેસ છે. જે પૈકી 34 વેન્ટીલેટર પર છે, જ્યારે 37204 નાગરિકો સ્ટેબલ છે. 828406 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10132 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 3 મૃત્યુ થયા. વલસાડમાં 1, સુરતમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે.
વડોદરા : સ્માર્ટ સીટીના સ્માર્ટ વચનો પોકળ સાબિત થયા, પાણીની લાઇનમાં...
28 May 2022 10:33 AM GMTધર્મ વિરુદ્ધ ટિપ્પણી કે પોસ્ટ કરતા પહેલા ચેતી જજો, ગુજરાત સાયબર સેલ...
28 May 2022 10:25 AM GMTઅમદાવાદ : છેલ્લા એક વર્ષમાં CNGમાં 51 ટકાનો ભાવ વધારો,પેટ્રોલ-ડિઝલની...
28 May 2022 10:13 AM GMTઅંકલેશ્વર : ખાનગી બસ અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામ થતાં...
28 May 2022 9:40 AM GMTAGL સતત ત્રીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન ચાલુ, મોટા પ્રમાણમાં બેનામી...
28 May 2022 8:37 AM GMT