Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 87 નવા પોઝિટિવ કેસ, 73 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 73 દર્દીઓ રિકવર પણ થયા છે

Covid-19 : રાજ્યમાં આજે 87 નવા પોઝિટિવ કેસ, 73 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 73 દર્દીઓ રિકવર પણ થયા છે.અત્યાર સુધીમાં કુલ 8,18,010 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 2,16,650 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 33, સુરત કોર્પોરેશન 12, વડોદરા કોર્પોરેશનમાં 11, રાજકોટ કોર્પોરેશનમાં 6, ખેડા 5, વલસાડ 5, નવસારી 4, આણંદ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, કચ્છ 2, ભરુચ 1, જામનગર કોર્પોરેશન 1, મહેસાણામાં 1, રાજકોટ 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 589 કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 581 નાગરિકો સ્ટેબલ છે. 8,17,010 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10104 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વલસાડમાં 1 મોત થયું છે.

Next Story