Connect Gujarat
ગુજરાત

કોલસાનું "સંકટ" : ભારતના અનેક પાવર પ્લાન્ટ્સમાં કોલસાના જથ્થામાં ઘટાડો, સરકારે અછતને નકારી..!

સમગ્ર વિશ્વમાં કોલસાની અછત વચ્ચે ભારતમાં પણ કોલસાનું સંકટ ઘેરું બની રહ્યું છે, ત્યારે દેશના અનેક પાવર પ્લાન્ટ્સમાં 3થી 5 દિવસ ચાલે એટલો કોલસાનો જથ્થો બચ્યો છે.

કોલસાનું સંકટ : ભારતના અનેક પાવર પ્લાન્ટ્સમાં કોલસાના જથ્થામાં ઘટાડો, સરકારે અછતને નકારી..!
X

સમગ્ર વિશ્વમાં કોલસાની અછત વચ્ચે ભારતમાં પણ કોલસાનું સંકટ ઘેરું બની રહ્યું છે, ત્યારે દેશના અનેક પાવર પ્લાન્ટ્સમાં 3થી 5 દિવસ ચાલે એટલો કોલસાનો જથ્થો બચ્યો છે. આજની સ્થિતિને જોતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ સંકટ વધારે ઘેરું બની શકે છે.

ભારત દેશ કોલસાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. છતાં રાજસ્થાન, તમિલનાડુ, ઝારખંડ, બિહાર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ કેન્દ્ર સરકાર સમક્ષ કોલસા સંકટને લીધે વીજળી ઉત્પાદનમાં અછતની ફરીયાદ આવી છે. જોકે, સરકારે કોલસાની અછતને સંપૂર્ણપણે નકારી દીધી છે. સરકારનું કહેવું છે કે, કોલસાની અછત ચોક્કસ છે, પણ તે ધીમે ધીમે દૂર કરવામાં આવશે. વીજળીના પુરવઠા ઉપર પણ અસરની શક્યતાને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે. જોકે, દેશભરમાં કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાં કોલસાની અછતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં ઉત્પાદિત 70 ટકા વીજળી થર્મલ પાવર પ્લાન્ટમાંથી આવે છે. કુલ પાવર પ્લાન્ટમાંથી 137 પાવર પ્લાન્ટ કોલસાથી સંચાલિત છે. આ પૈકી 7 ઓક્ટોબર 2021 સુધી 72 પાવર પ્લાન્ટમાં 3 દિવસનો કોલસો બચ્યો છે. 50 પ્લાન્ટમાં 4 દિવસથી પણ ઓછો ચાલે એટલો કોલસો બચ્યો છે. જોકે, દેશની રાજધાની દિલ્હીમાં વીજળીની અછતના સમાચાર અંગે ઊર્જા મંત્રીએ જણાવ્યુ હતું કે, દિલ્હીમાં વીજળીનું કોઈ જ સંકટ નથી. ઉપરાંત કોલસાનો પૂરેપૂરો સ્ટોક છે. આ સાથે જ કોલસાના સંકટને બિનજરૂરી રીતે પ્રસારીત કરવામાં આવી રહ્યું છે.

Next Story