પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ, દેવગઢબારીયા તાલુકાના સાગટાળા પોલીસ મથકની હદમાં આવેલ દુધિયા ગામ ખાતે ગઈકાલેબપોરે ત્રણેક વાગ્યાંના સુમારે નદી ફળીયામાં આવીને સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે ખોટી માહિતી આપી ત્યાંના માણસોને વિશ્વાસમાં લઈ 10 જેટલાં માણસો પાસેથી આ વીમા યોજનાનો લાભ અપાવવાનું જણાવી વિશ્વાસઘાત કરી રૂપિયા 3300ની રોકડી કરી લીધી હતી.
વહેલી સવારથી દુધિયા ગામમાં આંટા ફેરા મારતા આ ત્રણ યુવાનોએ ગામના અભણ અને અબુધ લોકોને સરકારની વીમા યોજનામાં ભોળવી દેવાની કોસીસ આખરે ખુલ્લી પડી જતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ગામ લોકોએ સરકારની આ યોજના વિશે વધારે પૂછપરછ કરતા આ યુવકો છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું. ગામ લોકોએ આ ત્રણ યુવકોને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે તરતજ સ્થળ ઉપર આવી ત્રણેયનું નામ ઠામ પૂછતાં મનીશ જવાન ઠાકોર રહે. ઓથપાડ, તા. બાલાસિનોર, જી. મહીસાગર., વિજય સુરેશ ઠાકોર રહે. કંબોયા, તા. બાલાસિનોર, જી. મહીસાગર, મહેશ હીરા ઠાકોર રહે. કસલાલ, તા. બાલાસિનોર, જી. મહીસાગરના હોવાનું જણાવ્યું હતું. સાગટાળા પોલીસે દુધિયા ગામના કેસર મના નાયકની ફરિયાદ લઈને વિશ્વાસઘાતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.