Connect Gujarat
ગુજરાત

ડાંગ : "વન્યપ્રાણી સપ્તાહ" ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા યોજાય પગપાળા રેલી

ડાંગ : વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા યોજાય પગપાળા રેલી
X

ગુજરાત રાજ્ય સમસ્તમાં આરંભાયેલ તા. 2 ઓક્ટોબર 2021થી વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વનાચ્છતિ ડાંગ જિલ્લામાં પણ વન વિભાગ દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા 2 સબ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં આવતી જુદી જુદી રેંજ કચેરીઓ મારફત વ્યાપક જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે.

વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આ વિસ્તારમાં પગપાળા રેલી, બાઇક રેલી સહિતના કાર્યક્રમો હાથ ધરાયા છે. સુબીર, શિંગાણા, પીપલાઇદેવી, લવચાલી, બરડીપાડા, કાલીબેલ, અને વઘઇ રેંજના વન અધિકારીઓ, વનકર્મીઓ, અને ગ્રામજનોએ આ રેલીમા ભાગ લઈ વ્યાપક લોક ચેતના જગાવી હતી. બેનર, હોર્ડિંગ્સ અને સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી આ રેલી ઉપરાંત, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસના માર્ગદર્શન હેઠળ, વન વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ડોક્યુમેન્ટરી ફિલ્મોનું નિદર્શન સહિત લોકજાગૃતિ અર્થે "તમાશા કાર્યક્રમો"નું મોટાપાયે આયોજન કરાયુ હોવાનુ વન અધિકારીએ જણાવ્યુ હતું.

Next Story