New Update
ડાંગના સાપુતારામાં સુરતની બસ ખીણમાં ખાબકી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલ સુરતની ખાનગી બસ ખીણમાં પડતા સંપર્ક તૂટી ગયો હતો. સુરતના 50થી વધુ પ્રવાસીઓ ભેરલ બસ સાપુતારા-માલેગાંવ ખીણમાં ખાબકી હોવાના સમાચાર રાજ્યના માર્ગમકાન અને પ્રવાસન મંત્રી પુરણેશ મોદીને મળી હતી.
આ મેસેજ મળતા જ પૂર્ણેશ મોદીએ સાપુતારા નજીકના કાર્યકરોને મેસજ મોકલ્યા હતા. મંત્રી પૂર્ણેશ મોદીએ વોઇસ મેસેજ કરી સાપુતારા નજીકના તમામ કાર્યકરોને મુસાફરોની મદદે પહોંચવા કહ્યું.
આ ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે, જો કે હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી.
Related Articles
Latest Stories