Connect Gujarat
ગુજરાત

ડાંગ : મહારાષ્ટ્રની સરહદે આવેલ છેવાડાના ગામોની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત…

ડાંગ : મહારાષ્ટ્રની સરહદે આવેલ છેવાડાના ગામોની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત…
X

ડાંગ જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા સુબિર તાલુકાના છેવાડાના ગામોની ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લાના છેવાડે આવેલા નિશાણા, કાકશાળા અને બિલિઆંબા ગામની મુલાકાત દરમિયાન કલેક્ટરએ બિલિઆંબા સ્થિત પ્રાથમિક શાળાની જાત મુલાકાત લઈ, શાળાની પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો. અહીંના શિક્ષકોએ બાળકોમાં પ્રગટાવેલી શિક્ષણની જ્યોતને સમગ્ર જિલ્લામાં પ્રસરાવવાની હિમાયત કરી કલેકટર ભાવિન પંડ્યાએ, સૌનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

Next Story