Connect Gujarat
ગુજરાત

ડાંગ : સ્થાનિક ડાંગી બોલીમાં રજુ થતા 'તમાશા'ના માધ્યમથી 'વન્યપ્રાણી સપ્તાહ'ની ઉજવણી કરાય

ડાંગ : સ્થાનિક ડાંગી બોલીમાં રજુ થતા તમાશાના માધ્યમથી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાય
X

'વન્યપ્રાણી સપ્તાહ' ઉજવણી અંતર્ગત ડાંગના ઉત્તર વન વિભાગ દ્વારા સાપ્તાહિક હાટ/બજારોમા 'તમાશા' કાર્યક્રમના માધ્યમથી વ્યાપક લોકચેતના જગાવવામાં આવી રહી છે. નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસના માર્ગદર્શન હેઠળ ઉત્તર ડાંગ વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા વન વિસ્તારના ગામડાઓમાં ભરાતા અઠવાડિક હાટ/બજારોમાં પરંપરાગત માધ્યમ હેઠળના 'તમાશા' કાર્યક્રમ દ્વારા પ્રજાકીય જાગૃતિ જગાવવામા આવી રહી છે. જામ્લાપાડા, ગાઢવી, પીપ્લાઈદેવી જેવા ગામોના હાટ/બજારોમાં સ્થાનિક કલાકારો દ્વારા 'વન્યપ્રાણી સપ્તાહ'નો સંદેશો ગુંજતો કરીને, સ્થાનિક ડાંગી બોલીમાં જનજાગૃતિ કેળવાઈ હતી. ઉલ્લેખનિય છે કે, સપ્તાહ ઉજણવી દરમિયાન ઉત્તર વન વિભાગ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે લોકચેતના જગાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. તેમ, પરિક્ષેત્ર વન અધિકારીએ જણાવ્યુ હતું.

Next Story