Connect Gujarat
ગુજરાત

"દીપાવલીનો સંદેશ" : ફટાકડાના બોક્સ પર લાગેલી પીનો જ્યાં-ત્યા ન ફેંકી પ્રકૃતિ સાથે અબોલ જીવોનું પણ રક્ષણ કરીએ

અસત્ય પર સત્યના વિજય અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના પ્રતીક સમા દિવાળીની ઉજવણી આપણે ભારે ઉલ્લાસપૂર્વક કરીએ છીએ.

દીપાવલીનો સંદેશ : ફટાકડાના બોક્સ પર લાગેલી પીનો જ્યાં-ત્યા ન ફેંકી પ્રકૃતિ સાથે અબોલ જીવોનું પણ રક્ષણ કરીએ
X

રોશની અને આતશબાજીના પર્વ એવાં દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત પધાર્યા હતાં. અસત્ય પર સત્યના વિજય અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના પ્રતીક સમા દિવાળીની ઉજવણી આપણે ભારે ઉલ્લાસપૂર્વક કરીએ છીએ. જે આપની વૈદિક સંસ્કૃતિનો એક ભાગ બની ગયો છે.

જોકે, દિવાળીની ઉજવણીમાં આપણે મોટા પ્રમાણમાં દારૂખાનું અને ફટાકડા ફોડતા હોઈએ છીએ. આપણા આનંદ માટે ફોડવામાં આવતા દારૂખાનાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે. તે ઉપરાંત તેના ભારે અવાજને કારણે આપણને બહેરાશ આવવાની સમસ્યાઓ સર્જાય છે, જ્યારે આપણે ફટાકડા ફોડીને જે તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તે અબોલ પશુઓ માટે પીડા કે, મોતનું કારણ બને છે. ફટાકડાના અવાજથી પક્ષીઓ ઝાડ પરથી ઊડી જાય છે. એટલે કે, તેમને તેમના રહેઠાણથી દૂર થવું પડે છે. ફટાકડા ફોડયા બાદ તેના બોક્સ પર જે પીનો લગાવેલી હોય છે. તેને તેમાંથી કાઢી તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. કારણ કે, આપણાં દ્વારા ફેકવામાં આવેલ આવા ફટાકડાના નકામાં પીનો મરેલા ખોખાં ભૂખ્યા પશુઓ ખાસ કરીને શેરીઓમાં રખડતી ગાય ખાતી હોય છે. તેના પેટમાં કાગળની સાથે-સાથે આવી પીનો પણ જતી હોય છે. જે તેના માટે અસહ્ય પીડા અને મોતનું કારણ બને છે. દિવાળીના આ નવલા દિવસોમાં આપણો આનંદ કોઈ અબોલ પશુઓના મોતનું કારણ ન બને તેનું પણ ધ્યાન રાખવું એ પણ આપણી નૈતિક ફરજ છે. ઉપરાંત નકામાં ફટાકડાના ખોખાને આપણે એકત્રિત કરી પસ્તીવાળાને પણ આપી શકીએ કે, જેથી કરીને તે ફરીથી રી-સાયકલ પણ થઈ શકે. દિવાળીના પર્વે આપણી ખુશીઓ સાથે અબોલ જીવોની ખુશીઓનો પણ વિચાર કરીએ અને આપણી એક સામાન્ય કાળજીથી પ્રકૃતિના જતન સાથે અબોલ જીવોની જતન, સુરક્ષા માટે નિમિત્ત બનીએ એ જ નવ વર્ષની શુભકામનાઓ હોય શકે...

Next Story