Connect Gujarat
ગુજરાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને સંબોધશે

અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને સંબોધશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને સંબોધશે
X

અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. કેજરીવાલ આજે સુરતમાં જાહેર સભાને સંબોધશે.

અરવિંદ કેજરીવાલ શુક્રવારે પોરબંદરના એરપોર્ટ પર પહોચ્યાં હતા. કેજરીવાલે દ્વારકામાં ભગવાન કૃષ્ણને યાદ કર્યો. તેમણે કહ્યું કૃષ્ણ અને બલરામનાં આપણી ઉપર આશીર્વાદ રહેશે. મને ગુજરાતથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે.તેમણે હાજર જનમેદનીનો આભાર માન્યો હતો અને મને રાજનીતિ નથી આવડતી, મારે દેશને નંબર 1 બનાવવો છે. સ્કૂલ, રોજગાર, રસ્તાઓ, હોસ્પિટલ બનાવવા અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવા છે. આમ આદમી ખોટા વાયદા નથી કરતી કેજર વાલ જે કહે તે કરે છે.

અમારી ગેરંટી 5 વર્ષની છે. કામ ન થાય તો આવતી વખતે મત ન આપતા. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી દર મહિને 3000 રોજગારી ભાથું આપશું. દસ લાખ સરકારી નોકરીની વાત પણ કરી. 1 વર્ષમાં તમામ ભરતી પૂરી કરીશું. દરેક પેપર ફૂટવાની તપાસ બાદ આરોપીઓને જેલમાં નાખીશું.

મુખ્યમંત્રી કેજરીવાલે ખેડૂતો માટે કેટલીક મહત્વની જાહેરાત પણ કરી હતી. દરેક ખેડૂતને પૂરતો પાણી પૂરવઠો આપવાની સાથે કેટલીક અન્ય પણ મહત્વની જાહેરાત કરી હતી.

Next Story