Connect Gujarat
ગુજરાત

લીંબડીમાં કેબિનેટ મંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડથી વધુના વિકાસના કામોનુ લોકાર્પણ કરાયું

લીંબડી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કરવામાં આવેલા અંદાજે રૂપિયા પાંચ કરોડથી વધુના વિકાસના કામોનું કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ

લીંબડીમાં કેબિનેટ મંત્રીના હસ્તે રૂપિયા પાંચ કરોડથી વધુના વિકાસના કામોનુ લોકાર્પણ કરાયું
X

લીંબડી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં કરવામાં આવેલા અંદાજે રૂપિયા પાંચ કરોડથી વધુના વિકાસના કામોનું કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

લીંબડી શહેરમાં છેવાડાના વિસ્તાર સુધી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે તાજેતરમાં પાલિકા તંત્ર તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી શહેરમાં રસ્તાઓનું નવીનીકરણ તેમજ રિશર્ફેસીંગ, ગટરવ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી સહીતની સુવિધાઓ માટે રૂપિયા પાંચ કરોડથી વધુના ખર્ચે વિકાસના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતાં.


ત્યારે આજે પાલિકા કચેરી ખાતે આ વિકાસના કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેબિનેટ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કિરિટસિંહ રાણા, પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડ તેમજ પાલિકા ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું કે લોકોની સુખાકારી માટે પાલિકા તંત્ર તમામ પ્રયાસો કરવા કટીબધ્ધ છે. અને લોકોની સુખસુવિધામાં વધારો કરવા માટે પાલિકા તંત્ર ને જેટલી પણ ગ્રાન્ટની જરૂરિયાત હોય તે રજૂઆત કરે રાજ્ય સરકાર બનતી તમામ મદદ કરવા તૈયાર છે.

Next Story
Share it