Connect Gujarat
ગુજરાત

"ડૉક્‍ટર્સ ઓલિમ્‍પિક" : નાસિકમાં યોજાયેલ સ્પર્ધામાં વલસાડના ડૉક્‍ટરોએ મેડલો જીતી જિલ્લાનું નામ રોશન કર્યું

ડૉક્‍ટર્સ ઓલિમ્‍પિક : નાસિકમાં યોજાયેલ સ્પર્ધામાં વલસાડના ડૉક્‍ટરોએ મેડલો જીતી જિલ્લાનું નામ રોશન કર્યું
X

તા. ૨૭થી ૩૧ ઓક્‍ટોબર ૨૦૨૧ દરમિયાન નાસિક ખાતે યોજાયેલ ઈન્‍ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ ડૉક્‍ટર્સ ઓલિમ્‍પિક-૨૦૨૧માં વલસાડના ડૉક્‍ટરોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર ભારત દેશમાંથી આવેલા ડોક્‍ટર્સ વચ્‍ચે થયેલી સ્‍પર્ધામાં વલસાડના ડૉ. ધ્રુતી ભગત, ડૉ. કલ્‍પેશ જોષી તથા ડૉ આર.કે.દેસાઈએ મેડલો જીતીને વલસાડનું નામ રોશન કર્યું છે.

ડૉ. ધ્રુતી ભગતે ૩૫થી ૫૦ વર્ષના ગ્રુપમાં ૧૦ કિમી મેરેથોન સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ, સ્‍વિમિંગ ફ્રી સ્‍ટાઈલમાં ૫૦ મીટર, ૧૦૦ મીટર, ૨૦૦ મીટર તથા બેકસ્‍ટ્રોકમાં ૫૦ મીટર, ૧૦૦ મીટર તથા ૨૦૦ મીટરમાં સિલ્‍વર મેડલ મેળવ્‍યો છે. ડૉ. કલ્‍પેશ જોષી એ ૪૦ થી ૬૦ વર્ષના ગ્રુપમાં ૨૧ કિમી હાફ મેરેથોન સ્‍પર્ધામાં સમગ્ર ભારત દેશમાંથી આવેલા સ્‍પર્ધકો વચ્‍ચે બ્રોન્‍ઝ મેડલ જ્‍યારે ડૉ. આર.કે.દેસાઈએ ૬૦ વર્ષથી વધુ ઉંમરના ગ્રુપમાં બેકસ્‍ટ્રોક સ્‍વિમિંગમાં ૧૦૦ મી. તથા ૨૦૦ મી. સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો છે.

Next Story