એક તરફ નવરાત્રીના અંતિમ દિવસો ચાલી રહ્યા હોવાથી ખેલૈયાઓ મનભરીને ગરબા રમી લેવાના મૂડમાં છે ત્યાં બીજી તરફ વરસાદ જતા-જતા ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી નાંખવાના મૂડમાં હોય તેમ જણાઇ રહ્યું છે. વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી રાજયમાં હાલ વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે.. ત્રણ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો રહેશે તેવું પણ જણાવાયું છે.. અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા 25 ટકા વધારે વરસાદ વરસી ચૂક્યો છે.આગાહીમાં મોટી વાત એ છે કે માત્ર સૌરાષ્ટ્ર અને દ.ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે.. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના અનેક જિલ્લાઓની સાથે-સાથે અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ વગેરે જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે.