Connect Gujarat
ગુજરાત

ખેડૂતની મહેનતની કમાણી આગમાં “ખાખ” : પાટણ-બામરોલીના મકાનમાં આગ લાગતાં રોકડ-દાગીના બળી ગયા

સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે કાચા મકાનમાં આગ ફાટી નીકળતા મકાનમાં રહેલ રોકડ રકમ સહિત દાગીના બળીને ખાખ થઈ ગયા હતા.

X

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે કાચા મકાનમાં આગ ફાટી નીકળતા મકાનમાં રહેલ રોકડ રકમ સહિત દાગીના બળીને ખાખ થઈ ગયા હતા.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે ખેતરમાં રહેતા ખેડૂતના કાચા મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી અનુસાર, ખેડૂત સકતાભાઈ સામતભાઈ ઠાકોરના ખેતરમાં રહેવા માટે બનાવેલ કાચા મકાનમાં આગ લાગતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી હતી. આગ લાગતાં જ મકાનમાં સાચવીને મુકેલી રોકડ રકમ 47 હજાર રૂપિયા અને રૂ. 4 લાખથી વધુની કિંમતના દાગીના બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, મકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ મહેનતની કમાણી આગમાં ખાખ થઈ જતાં ખેડૂત ઉપર મોટી આફત આવી પડી છે. તો બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી ખેડૂતે માંગ કરી છે.

Next Story