Connect Gujarat
ગુજરાત

નારાયણ સાંઇ સામે ખોટા ડોક્યુમેન્ટ બદલ એફઆઈઆર,જાણો શું છે સમગ્ર મામલો..?

આસારામ અને તેનો દીકરો નારાયણ સાઈના વિવાદ માંડ શાંત પડે ત્યાં નવા ઊભા થઈ જાય છે. અમદાવાદમાં નારાયણ સાંઇ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.

નારાયણ સાંઇ સામે ખોટા ડોક્યુમેન્ટ બદલ એફઆઈઆર,જાણો શું છે સમગ્ર મામલો..?
X

આસારામ અને તેનો દીકરો નારાયણ સાઈના વિવાદ માંડ શાંત પડે ત્યાં નવા ઊભા થઈ જાય છે. અમદાવાદમાં નારાયણ સાંઇ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. માતા હોસ્પિટલમાં હોવાના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવાની કરતૂત કોર્ટને ધ્યાને આપતા હુકમ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મહત્વનું છે કે નારાયણ સાંઈ હાલ સુરત જેલમાં છે. પણ જામીન પર મુક્ત કરાવવા નારાયણ સાઈના મળતીયા દ્વારા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતાં.

નારાયણસાંઇ આસારામના પુત્ર છે. દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલ હતો. જેલમાંથી બહાર નિકળવા માટે નારાયણસાંઇના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા. માતા બીમાર હોવાનું કારણ આપી નારાયણસાંઇના હાઇકોર્ટમાંથી જામીન મળ્યા, જામીન બાદ હાઇકોર્ટમાં ફરીયાદ થઇ હતી કે નારાયણસાંઇના ખોટા જામીન મેળવ્યા હતાં. હાઇકોર્ટ પોલીસને આદેશ આપ્યો હતો કે જામીન કેસમાં તપાસ થાય. તપાસમાં ખોટા ડોક્યુમેન્ટ સાથે નારાયણસાંઇના જામીન મેળવ્યાનું સાબિત થયું. જે બાદ હવે અમદાવાદમાં નારાયણ સાંઇ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નારાયણ સાંઈ વિરુદ્ધમાં સુરત સેશન્સ કોર્ટ ખાતે 141/2014નું જે કેસ ચાલે છે જે ગુના સદર્ભે તે હાલ જેલમાં છે. તે ગુનામાં જામીન મેળવવા માટે તેમના માતાની માંદગીનું ખોટું સર્ટી ગુજરાત હાઈકોર્ટ રજૂ પણ કર્યું હતું.જે બાદ ગુજરાત હાઈકોર્ટે તે સર્ટી ખરાઈ કરવાનું જણાવ્યું હતું. તે સર્ટી ની તપાસ માટે ભરૂચ એસપીને હુકમ કર્યો હતો. જે બાદ પ્રાથમિક તપાસ કરી તો ખૂલ્યું હતું કે તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. જે અનુસંધાને તમામ વિગત નામદાર હાઈકોર્ટ ઘ્યાને આવતા ડેપ્યુટી રજીસ્ટારની નિમણૂક કરી આ ફરિયાદ સદર કામના આરોપી વિરુદ્ધ આપેલ છે.26 એપ્રિલ 2019 માં નારાયણ સાંઈને 2013ના દુષ્કર્મના મામલે દોષિત જાહેર કર્યા હતો. સુરતની 2 બહેનોએ નારાયણ સાંઈ અને તેના પિતા આસારામની વિરુદ્ધ 2013 ઓક્ટોબરમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. તેના બાદ હરિયાણા કુરુક્ષેત્ર પાસેથી નારાયણ સાંઈની ડિસેમ્બર, 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.દોષિત જાહેર થતાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

Next Story