Connect Gujarat
ગુજરાત

મોરબીના હળવદમાં ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારીનું ઉઘરાણું, એસીબીએ લાલ આંખ કરતાં ખળભળાટ

હળવદ પંથકમાં ગઈ કાલે મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી દ્વારા બેફામ ઉઘરાણા કરવામાં આવતા મામલો

મોરબીના હળવદમાં ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારીનું ઉઘરાણું, એસીબીએ લાલ આંખ કરતાં ખળભળાટ
X

હળવદ પંથકમાં ગઈ કાલે મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી દ્વારા બેફામ ઉઘરાણા કરવામાં આવતા મામલો છેક એસીબી સુધી પહોંચતા એન્ટી કરપશન બ્યુરો દ્વારા વોચ ગોઠવી મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને શંકાસ્પદ રોકડ રકમ સાથે ઝડપી લઈ એસીબી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ગઈ કાલે હળવદ શહેરમાં ઠંડા પીણાં, કરિયાણા અને ડેરીના ધંધાર્થીઓ પાસેથી ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારી અને તેના મળતિયાએ બેફામ ઉઘરાણા કરતા કંટાળેલા વેપારીઓએ એસીબી કન્ટ્રોલરૂમને ટેલીફોનીક ફરિયાદ કરી ઘટના અંગે વાકેફ કર્યા હતા.જેને પગલે એસીબી મોરબીના પી.આઇ. પી.કે.ગઢવી દ્વારા હળવદ-મોરબી રોડ ઉપર વોચ ગોઠવી ફૂડ એન્ડ ડ્રગ કચેરી મોરબીના સિનિયર ફૂડ સેફટી ઓફિસર હર્ષાબેન બી.પટેલ અને ફૂડ ઇન્સ્પેકટર ચિરાગ નિમાવતને GJ-04-BE-5718 નંબરની વોક્સ વેગન પોલો કારમાંથી શંકાસ્પદ રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

Next Story