Connect Gujarat
ગુજરાત

ભાજપના પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત

ભાજપના પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત
X

ભાજપના વધુ એક નેતા અને પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત થયા છે. મળતી જાણકારી અનુસાર કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા સૌરભ પટેલે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટીવ આવ્યો છે. કોરોના પોઝિટીવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. સૌરભ પટેલ અગાઉ પણ કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. નોંધનીય છે કે ગઇકાલે મંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

નોંધનીય છે કે આ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના વધુ ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટીવ આવતા હર્ષ સંઘવી હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. કોરોનાગ્રસ્ત અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાના કારણે તેઓએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. શરીરમાં કળતર જેવા સામાન્ય લક્ષણો જણાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. નોંધનીય છે કે કોરોનાની બીજી લહેરમાં પણ હર્ષ સંઘવી કોરોના પોઝિટીવ આવ્યા હતા.

Next Story
Share it