Connect Gujarat
ગુજરાત

પૂર્વ ડે.સીએમ નિતિન પટેલે ભાજપના જ નેતાઓને કર્યા ઇગ્નોર; ભાજપ સાંસદના ગંભીર આરોપ

ભાજપ સાંસદ કાછડીયાનો નિતિન પટેલ પર ગભીર આરોપ, સૌની યોજના નીતિનભાઈના કારણે પાછળ ઠેલવાઈ: કાછડીયા.

X

રાજ્યમાં નવી સરકાર રચાયા બાદ ભાજપમાં બે સિનિયર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના નેતાઓને વિભીષણ અને મંથરા સાથે સરખાવી વિરોધના સૂર છોડી રહ્યા છે. તો ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયાએ નીતિનભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના મત વિસ્તારમાં મહેસાણામાં હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યાં રામાયણ હોઈ ત્યાં વિભીષણ અને મંથરા પણ હોઈ નીતિન પટેલના આ વક્તવ્ય સામે ભાજપના જ સાંસદ નારણ કાછડીયાએ પણ ફેસબુક પર નીતિન પટેલને નકામા નેતા ગણાવ્યા છે.

તેમણે ફેસબુક પર એવી કોમેન્ટ લખી છે કે, ગાંધીનગર જઇએ તો નીતિનભાઇ સામે પણ નથી જોતા, કામની વાત તો બાજુએ રહી... નો રિપિટ થિયરીને કારણે રૂપાણી સરકારના બધા મંત્રીઓને ઘેર બેસવાનો વારો આવ્યો છે જેના કારણે સિનિયર મંત્રીઓ નારાજ છે. તેમાંય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં જાહેર મંચ પરથી એવું કહ્યું હતું કે, ભાજપ પક્ષમાં કેટલાક લોકો એવા છે કે, હું મહેસાણા આવું છું તોય તેમને ગમતું નથી.

તો નારણ કાછડિયાએ આરોપ લગાવતા કહ્યું કે સૌની યોજના મોડી થવા પાછળ પણ નીતિનભાઈ જવાબદાર છે. આમ બને સિનયર નેઆતો વચ્ચે શાબ્દિક યુદ્ધ થી ભાજપમાં સોપો પડી ગયો છે.

Next Story
Share it