Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્યમાં વારંવાર થતાં આંદોલનને કંટ્રોલ કરવા 5 મંત્રીઓની કમિટીનું નિર્માણ...

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર સામે અનેક આંદોલનને લઈ ચિંતા વ્યાપી છે. રાજ્યમાં અવાર નવાર આંદોલન જોવા મળે છે.

ગુજરાત રાજ્યમાં વારંવાર થતાં આંદોલનને કંટ્રોલ કરવા 5 મંત્રીઓની કમિટીનું નિર્માણ...
X

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર સામે અનેક આંદોલનને લઈ ચિંતા વ્યાપી છે. રાજ્યમાં અવાર નવાર આંદોલન જોવા મળે છે. ગુજરાતમાં વારંવાર વિવિધ માંગણીને લઇને અલગ-અલગ કર્મચારી યુનિયન, કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારી આંદોલન, પૂર્વ સૈનિકોના આંદોલનને લઈને સરકાર ચિંતામાં જોવા મળી છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ આંદોલન ના નિરાકરણ માટે પાંચ મંત્રીઓની કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

આ કમિટીમાં રાજ્ય સરકાર પાંચ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઇ, બ્રિજેશ મેરજા, હર્ષ સંઘવીનો સમાવેશ કરવામાં આવશે. આજે બપોરે આંદોલન માટે બનાવવામાં આવેલી કમિટીના મંત્રીઓની એક બેઠક મળશે. કમિટીમાં સમાવેશ કરવામાં આવેલ મંત્રીઓ દ્વારા આંદોલનના માર્ગે ગયેલા કર્મચારીઓનો ઉકેલ કાઢી આંદોલનોને શાંત પાડવામાં આવશે. હાલમાં રાજ્યમાં કિસાન આંદોલન, એલઆરડી પુરુષ ઉમેદવાર આંદોલન, આરોગ્ય કર્મચારી આંદોલન ચાલી રહ્યા છે, ત્યારે આ કમિટી દ્વારા તેમને શાંત પાડી અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે, અને કાયમી ધોરણે તેનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરશે.

Next Story