Connect Gujarat
ગુજરાત

ગાંધી નિર્વાણ દિવસ : સ્વદેશનો સૌ પ્રથમ આશ્રમ એટલે સત્યગ્રહાશ્રમ કોચરબ, જાણો શું છે ઇતિહાસ

30 જાન્યુઆરી એટ્લે ગાંધી નિર્વાણ દિવસ . મોહનમાંથી મહાત્મા બનેલાં ગાંધીજીએ ભારતમાં સૌથી પહેલાં સ્થાપેલાં કોચરબ આશ્રમની વાત કરીએ

ગાંધી નિર્વાણ દિવસ : સ્વદેશનો સૌ પ્રથમ આશ્રમ એટલે સત્યગ્રહાશ્રમ કોચરબ, જાણો શું છે ઇતિહાસ
X

30 જાન્યુઆરી એટ્લે ગાંધી નિર્વાણ દિવસ . મોહનમાંથી મહાત્મા બનેલાં ગાંધીજીએ ભારતમાં સૌથી પહેલાં સ્થાપેલાં કોચરબ આશ્રમની વાત કરીએ તો સાદુ જીવન અને ઉચ્ચ વિચારનો એક નવો વિચાર લોકો સમક્ષ મૂક્યો અને તેના પરીણામ સ્વરૂપે તેઓ દક્ષિણ આફ્રિકામાં મોહનમાંથી મહાત્મા બનીને સ્વદેશ પરત આવ્યા બાદ 1915માં ભારત પરત આવ્યા ત્યારે આજ આશ્રમ જીવનશૈલી મુજબ આગળના કામ કરવાનો તેમને નિર્ણય કર્યો અને ગાંધીજીએ સમયાંતરે સ્વદેશમાં સ્ત્યાગ્રહાશ્રમ કોચરબ, સત્યાગ્રહાશ્રમ સાબરમતી અને વર્ધા આશ્રમની સ્થાપના કરી હતી.

શ્રદ્ધાનંદજીની માંગણી હતી કે ગાંધીજી હરિદ્વાર આવીને વસવાટ કરે તે સાથે જ રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને શાંતિનિકેતનમાં આશ્રમ સ્થાપવા માટે રજૂઆત કરી હતી. આ પછી આ રાજકોટવાસીઓએ ગાંધીજીને આશ્રમ સ્થાપવા માટે ભારે આગ્રહ કર્યો પરંતું જ્યારે ગાંધીજી અમદાવાદથી પસાર થયા ત્યારે ઘણાં મિત્રોએ તેમને અમદાવાદ પસંદ કરવા કહ્યું હતું. જે બાદ ગાંધીજીએ જીવણલાલ વ્રજરાય દેસાઈનો બંગલો ભાડે રાખીને 25 મે, 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી.

તેમણે આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો હતો. સત્યાગ્રહાશ્રમ કોચરબમાં ગાંધીજીએ પોતાના જીવનના યાદગાર વર્ષો વિતાવ્યા હતાં. શરૂઆતમાં અહીં ગાંધીજી સાથે 20-25 લોકો રહેતાં હતાં. જોતજોતામાં આશ્રમમાં 80 લોકોની સંખ્યા થઈ ગઈ હતી. જેથી આશ્રમ નાનો પડવા લાગ્યો અને સમય જતાં આશ્રમને સાબરમતી ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Next Story