Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : આવતીકાલે પોલીસ કમિટીની બેઠક યોજાશે, 6 જિલ્લાના પોલીસકર્મીઓ કરશે રજૂઆત

રાજ્યમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે મામલે આંદોલન થયા બાદ રાજ્ય સરકાર દ્વારા 5 સભ્યોની એક કમિટીની રચના કરવામા આવી છે,

ગાંધીનગર : આવતીકાલે પોલીસ કમિટીની બેઠક યોજાશે, 6 જિલ્લાના પોલીસકર્મીઓ કરશે રજૂઆત
X

ગુજરાત રાજ્યમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે નિમાયેલ કમિટી દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આવતીકાલે તા. 3 નવેમ્બરે ગાંધીનગરમાં બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રાજ્યના 6 જિલ્લાઓના પોલીસકર્મીઓના પ્રશ્નો પણ મંગાવવામાં આવ્યા છે.

રાજ્યમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે મામલે આંદોલન થયા બાદ રાજ્ય સરકાર દ્વારા 5 સભ્યોની એક કમિટીની રચના કરવામા આવી છે, ત્યારે કમિટી દ્વારા ગાંધીનગરમાં આવતીકાલે તા. 3 નવેમ્બરે એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં 6 જિલ્લાના પોલીસકર્મીઓની રજૂઆત સાંભળવામાં આવશે. એસઆરપીના કુલ 4 જૂથના કર્મચારીઓ પ્રશ્નો રજુ કરી શકશે આ બેઠકમાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને એસઆરપીના કુલ 4 જૂથના કર્મચારીઓ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે. સ્થાનિક અને રાજ્યકક્ષાએ રચાયેલી ફરિયાદ નિકાલ સમિતિના સભ્ય તરીકે નિમણૂક પામેલ હોય અને હાલ ફરજમાં ચાલુ હોય તેઓને આ બાબતની જાણ કરી, પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે તથા અન્ય લાભ મેળવવા માટે રજૂઆત હોય તો તેઓની રજૂઆતો ભેગી કરી તેની એક જ સંકલિત રજૂઆત લેખિત સ્વરૂપે મુદ્દાસર કમિટી સમક્ષ રજૂ કરવા જણાવવા તેમ જ તેમને તા. 3 નવેમ્બરે ગાંધીનગરમાં યોજાનાર કમિટીની બેઠકમાં હાજર રહે તે રીતે છુટા કરી મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે. રાજ્યના ASI(આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર), હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ગ્રેડ પે ખૂબ ઓછા છે. જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવા તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવા માંગણી કરવામાં આવી છે.

Next Story