Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર:પડતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોનું સરકાર સામે આંદોલન,જુઓ કયા પ્રશ્નોનાં નિરાકરણની કરી રહ્યા છે માંગ

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 14 મુદ્દાની લડતને લઈ મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થતા સરકારી તંત્ર અને પોલીસ દોડતી થઈ હતી

X

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 14 મુદ્દાની લડતને લઈ મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થતા સરકારી તંત્ર અને પોલીસ દોડતી થઈ હતી.

રાજ્યના પાટનગર ગાંધીનગર પાસે આવેલ ચિલોડા સર્કલ ખાતે આજે વિવિધ પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં માજી સૈનિકો અને પરિવારજનો પહોંચ્યા હતા અને માંગણીઓને લઈ ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આ સમાચાર મળતા ગાંધીનગર પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો અને આંદોલનકારીઓને સમજાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. માજી સૈનિકોનું નેતૃત્વ કરતાં સંગઠને જણાવ્યું હતું કે અમારી મુખ્ય માંગણી એ છે કે ફોજની નોકરી દરમ્યાન મૃત્યુ પામેલ સૈનિકના પરિવારને સાંત્વના રાશિ એક કરોડ મળે તો સાથે સર્વિસ દરમિયાન મૃત્યુ પામેલાના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવામાં આવે અને દરેક જીલ્લામા સૈનિક સ્મારક બનાવવા સહિતની 12 માંગ કરવામાં આવી છે.

સંગઠનના આક્ષેપ અનુસાર આ બાબતે તેઓ દ્વારા છેલ્લા 6 વર્ષથી સરકારમાં રજૂઆત કરવામાં આવી ર્હઈ છે પરંતુ તેઓના પ્રશનોનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે સરકાર વહેલામાં વહેલી તકે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે

Next Story
Share it