ગાંધીનગર:ચૂંટણીમાં ભાજપ કરશે હાઈટેક પ્રચાર, કમલમ ખાતેથી LED રથનું કરાવાયું પ્રસ્થાન

ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી.રથ બનાવવામાં આવ્યા છે આ યાત્રા ૨ પ્રકારની રાખવામાં આવી છે રાજ્યના ૧૪૪ વિધાનસભા મતવિસ્તારમાં આ રથ ફરશે

New Update
ગાંધીનગર:ચૂંટણીમાં ભાજપ કરશે હાઈટેક પ્રચાર, કમલમ ખાતેથી LED રથનું કરાવાયું પ્રસ્થાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મિશન 182 ના ટાર્ગેટને સાર્થક કરવા ભાજપના કેન્દ્રીય નેતાઓથી માંડી એક-એક કાર્યકર્તા મહેનતમાં જોતરાયા છે. મતદારો સુધી પહોંચવા ભાજપ દ્વારા એક પછી એક આયોજન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્યમાં ભાજપની ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો 12 ઓક્ટોબરથી એટલે આવતીકાલથી થશે.આ યાત્રા માટે ભાજપ સરકારના સ્લોગન સાથે કાર,બસ અને ટેમ્પો તૈયાર કરવામાં આવ્યા છે.

Advertisment

જેમાં આજે પ્રદેશ કાર્યાલય કમલમ' ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે ભારતીય જનતા પાર્ટી પ્રચાર વાહન 'LED રથ'નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ભરોસાની ભાજપ સરકાર સૂત્ર સાથે એલ.ઇ. ડી.રથ બનાવવામાં આવ્યા છે આ યાત્રા ૨ પ્રકારની રાખવામાં આવી છે રાજ્યના ૧૪૪ વિધાનસભા મતવિસ્તારમાં આ રથ ફરશે અને આગામી ચૂંટણી સુધી તમામ ગ્રામ્ય વિસ્તારો, મહોલ્લામાં સરકારે કરેલા કામો LEDમાં બતાવવામાં આવશે તો સરકારે વર્ષ ૨૦૧૭માં જાહેર કરેલ મેનીફેસ્ટોના કરેલ કામો પણ લોકોને બતાવવામાં આવશે

Advertisment