Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર અને મહાત્મા મંદિરની લીધી મુલાકાત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ગાંધીનગરમાં દેશના પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટરની મુલાકાત પણ લેવાના છે.

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટર અને મહાત્મા મંદિરની લીધી મુલાકાત
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ગાંધીનગરમાં દેશના પ્રથમ સ્કૂલ ઑફ એક્સેલન્સ સેન્ટરની મુલાકાત પણ લેવાના છે. નોંધનીય છે કે, રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 .15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તે માટે ગાંધીનગર ખાતે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.ત્યારે પીએમ ની મુલાકાત પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા અહી તેમણે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી તો સાથે સૂચનો પણ આપ્યા હતા સીએમ ની સાથે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદી રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ મહાત્મા મંદિર પણ પોહચશે ત્યારે પીએમની મુલાકાત પહેલા તૈયારીઓનું નિરીક્ષણ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ મંત્રીઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા અહી તેમણે અધિકારીઓ પાસેથી તૈયારીઓની વિગત મેળવી હતી તો તો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી

Next Story