Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સરકારે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી કરી જાહેર

ગાંધીનગર: સરકારે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી કરી જાહેર
X

ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસીમાં મળનારી સબસીડીની માહિતી આપી હતી. જેમાં 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકારની મહત્વની જાહેરાતો પર નજર કરીયે તો ગુજરાત રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સૌને સમાન તક મળે છે,પેટ્રોલ ડીઝલ ઓછો વપરાશ થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી,ઇલેક્ટ્રિક વહિકલથી પ્રદુષણ ઓછું થાય છે, ગુજરાત પહેલુ રાજ્ય બનશે જે આવનારા 4 વર્ષ માટે અમલ બનશે, આ પોલીસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે, 2 વ્હીલર માટે 20 હજાર, 3 વ્હીલર માટે 50 હજાર અને ફોર વ્હીલર માટે દોઢ લાખની સબસીડી મળશે,વાહન ચાર્જિંગ માટે 500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે, સરકારની હાલની ધારણા પ્રમાણે 1.25 લાખ ટુ વ્હીલર, 75 હજાર રીક્ષા અને 25 હજાર કારથી શરુઆત કરવાની ઈચ્છા છે, સબસીડીમાં પ્રતિ કિલો વોટ સબસીડાઈઝ કરાશે, મારુતિ સાથે ત્રણ જાપાનિઝ કંપની પણ પ્રોડક્શન શરુ કરી દેશે.

Next Story