Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલી ઉપસ્થિતીમાં "વિશ્વાસથી વિકાસ યાત્રા"ની રાજ્યવ્યાપી ઉજવણી કરાય

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રાની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

X

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રાની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ રૂ. ૧૧૭૯ કરોડના ખર્ચે કુલ ૫૧૯ જનહિતલક્ષી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભારતની કુલ નિકાસમાં ગુજરાત રાજ્ય ૩૦ ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે, ત્યારે વિશ્વાસથી વિકાસની યાત્રાને અવિરત રાખવા માટે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે અભિનંદન આપ્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમે ગુજરાતની નીતિને આગળ ધપાવી છે. આ કાર્યક્રમના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ર૦ વર્ષનો વિકાસ-સરકાર પરનો જનતાનો 20 વર્ષથી અવિરત વિશ્વાસ, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનું પરિણામ છે, ત્યારે આ પ્રસંગે રાજ્યના જિલ્લા મથકોએ મંત્રીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતીમાં વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમો સંપન્ન થયા હતા.

Next Story