Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના શ્રમયોગીઓનું શ્રમ પારિતોષિકથી સન્માન કરાયું…

ગુજરાત રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના લોન્ચીંગ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

X

ગુજરાત રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને DISHA સિસ્ટમના લોન્ચીંગ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના શ્રમિકોનું શ્રમ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન શરૂ કરાવેલી શ્રમ પારિતોષિક વિતરણની શૃંખલામાં રાજ્ય સરકાર ઉદ્યોગોમાં સંકટ સમયે પોતાની આત્મસૂઝ, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો તથા ઔદ્યોગિક શાંતિ જાળવવામાં યોગદાન આપનારા શ્રમયોગીઓને વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરે છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશ્વકર્મા જયંતિના પર્વે શ્રમયોગીઓને શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમ વીર અને શ્રમ શ્રી અને શ્રમ દેવી પુરસ્કારો અન્વયે પ્રતિકરૂપે 16 જેટલા વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં આ વર્ષે આવા 64 પુરસ્કારો આપવામાં આવ્યા છે.

વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પોતાના શ્રમ, પરિશ્રમ અને પરસેવાથી ઉદ્યોગ, વેપાર, મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવનારા પાયાના પથ્થર એવા શ્રમિકો માટે 'શ્રમ એવ જયતે' અને 'હર હાથ કો કામ, હર કામ કા સન્માન'નો મંત્ર વડાપ્રધાને આપ્યો છે. આ મંત્રને સાકાર કરવા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત માટે રાજ્ય સરકાર શ્રમિક કલ્યાણની અનેક યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરે છે. રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને યુ-વિન કાર્ડ આપીને તેમને વિવિધ સામાજીક સુરક્ષા યોજનાનો લાભ પણ વિનામૂલ્યે અપાય છે, તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

Next Story