ગાંધીનગર : હવે, રાજ્ય સરકાર સાથે થશે પેપરલેસ સંવાદ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરિનમપોર્ટલનું લોન્ચીંગ કર્યું…

પરિનમ પોર્ટલની વિશેષતાઓની વાત કરીએ તો, પરિનમ પોર્ટલ દ્વારા તાલુકા કક્ષાએથી રાજ્ય સરકાર સાથે સીધો પેપરલેસ સંવાદ થશે

New Update

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પંચાયતી રાજ ઇન્ફરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ પરિનમ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. રાજ્યમાં પંચાયત વિભાગની યોજનાઓ સહિત વિવિધ કામગીરીના અમલીકરણનું રિયલ ટાઇમ મોનિટરીંગ અને મેનેજમેન્ટ માટે-પેપર લેસ વર્ક કલ્ચર માટે પરિનમ પોર્ટલ વધુ ઉપયોગી બનશે,

ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પંચાયતી રાજ ઇન્ફરમેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ-પરિનમ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યની જિલ્લા પંચાયતોના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે ‘અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ’ વિષય પર પરિસંવાદ પણ યોજ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોન્ચ કરેલ પરિનમ પોર્ટલની વિશેષતાઓની વાત કરીએ તો, પરિનમ પોર્ટલ દ્વારા તાલુકા કક્ષાએથી રાજ્ય સરકાર સાથે સીધો પેપરલેસ સંવાદ થશે અને એક સેન્ટ્રલાઈઝ સિસ્ટમથી કર્મચારીની આંતરીક જિલ્લા ફેર-બદલી, બઢતી અને અન્ય યોજનાઓનું રિયલ ટાઈમ મોનીટરીંગ અને મેનેજમેન્ટ શક્ય બનશે. એટલું જ નહી, પરિનમને ભવિષ્યમાં ઈ-સરકાર સાથે જોડીને, પંચાયત વિભાગ અને રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે પારદર્શક અને પેપરલેસ થવા તરફ આગળ વધશે.

Latest Stories