Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: 12 કલાક ખુલ્લી રહેશે સબ રજિસ્ટ્રાર કચેરી, વાંચો તંત્રએ કેમ લેવો પડ્યો આવો નિર્ણય

રાજ્ય સરકારના નિર્ણય બાદ હવેથી ગાંધીનગરમાં સોમવારથી સબ રજિસ્ટ્રાર કચેરી 2 શિફ્ટમાં કામ કરશે. વેચાણ ખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા

ગાંધીનગર: 12 કલાક ખુલ્લી રહેશે સબ રજિસ્ટ્રાર કચેરી, વાંચો તંત્રએ કેમ લેવો પડ્યો આવો  નિર્ણય
X

રાજ્ય સરકારના નિર્ણય બાદ હવેથી ગાંધીનગરમાં સોમવારથી સબ રજિસ્ટ્રાર કચેરી 2 શિફ્ટમાં કામ કરશે. વેચાણ ખત રજિસ્ટ્રેશનમાં વધારો થતા ઓફિસ 12 કલાક સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઇએ કે, અગાઉ પ્રતિ દિવસ 500 રજીસ્ટ્રેશન થતા હતા જ્યારે અત્યારે દૈનિક 2500 સુધીના નોંધણી થઈ રહી છે અન્ય જિલ્લાઓમાં પણ વેચાણ ખત રજિસ્ટ્રેશનમાં વધારો થયો છે.ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ ખતના રજીસ્ટ્રેશન માટે ટોકન મેળવવા માટે લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ સબ રજીસ્ટ્રાર કચેરી પણ નાની હોવાના કારણે અહીં રોજના બે હજાર જેટલા વ્યક્તિઓને અવર-જવરના કારણે લોકોને અગવડતાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ગાંધીનગર: 12 કલાક ખુલ્લી રહેશે સબ રજિસ્ટ્રાર કચેરી, વાંચો તંત્રએ કેમ લેવો પડ્યો આવો નિર્ણયજેના પગલે સ્ટેમ્પ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરી બે શિફ્ટમાં કામગીરી કરવા માટે નો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ શિફ્ટ સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ 2:30થી રાત્રિના આઠ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેના પગલે દસ્તાવેજોનું ભારણ ઘટશે. ગાંધીનગરમાં હાલ અલગ-અલગ ત્રણ સ્લોટમાં દસ્તાવેજો નોંધાઇ રહ્યા છે ત્યારે બન્ને શિફ્ટમાં ત્રણેય સ્લોટમાં અલગ-અલગ કર્મચારીઓ કામ કરે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. પ્રથમ શિફ્ટમાં ટોકન લેતા અરજદારો બીજી શિફ્ટમાં દસ્તાવેજ નહીં કરાવી શકે.

Next Story