Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : અચાનક જ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીની "ENTRY", દર્દીઓ સાથે વાતચીત કરી તબીબોને જરૂરી સૂચનો આપ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક પહોચ્યા સિવિલ હોસ્પિટલ ,હોસ્પિટલનું નિરીક્ષણ કરી તબીબો-દર્દીઓ સાથે વાતચીત કરી

X

રાજ્યમાં જ્યારથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર આવી છે, ત્યારથી તેઓ એક્શનમાં જોવા મળ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સવારના સમયે અચાનક જ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કરી તબીબો અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી.

સોમવારની વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવા પહોંચ્યા હતા, ત્યારે અહીં સારવાર લઇ રહેલા ઇન્ડોર પેશન્ટ્સ સાથે તેઓએ વાતચીત કરી માહિતી મેળવી હતી. એટલું જ નહીં, પરંતુ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ-સફાઈ, દવા સહિત દર્દીઓને અપાતી સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. તો સાથે જ સિવિલ હોસ્પિટલના તબીબોને પડતી હાલાકી અંગે પણ જાણકારી મેળવી હતી. લગભગ 30 મિનિટ સુધી મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડની મુલાકાત લઈ વધુ શેની જરૂરિયાત છે, તે બાબતે પણ ચર્ચા કરી અધિકારીઓને સૂચના પણ આપી હતી.

Next Story