Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: 4 માસનો વિવાન જિંદગી સામે જંગ હારી ગયો, SMA 1 નામની બીમારીથી મોત

ગીર સોમનાથના ચાર માસના બાળકે અંતિમ શ્વાસ લીધા છે. વિવાન વાઢેર SMA 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો હતો. વિવાનના માતા પિતા છેલ્લા ચાર મહિનાથી મિશન વિવાનનું અભિયાન ચલાવતા હતા.

ગીર સોમનાથ: 4 માસનો વિવાન જિંદગી સામે જંગ હારી ગયો, SMA 1 નામની બીમારીથી મોત
X

ગીર સોમનાથના ચાર માસના બાળકે અંતિમ શ્વાસ લીધા છે. વિવાન વાઢેર SMA 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો હતો. વિવાનના માતા પિતા છેલ્લા ચાર મહિનાથી મિશન વિવાનનું અભિયાન ચલાવતા હતા.આ અભિયાન અંતર્ગત બે કરોડ ૧૦ લાખની ધન રાશિ એકત્રિત કરી હતી. સરકારે ૧૦ લાખની મદદ પણ કરી હતી. પરંતુ મિશન વિવાનનો દુઃખદ અંત આવ્યો છે.વિવાન વાઢેરે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.વિવાન વાઢેર SMA બીમારીથી પીડિત હતો.

સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડિત વિવાનની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂરિયાત હતી.પિતા સહિત અનેક લોકો વિવાન માટે ફંડ એકઠું કરી રહ્યા હતા.મુખ્યમંત્રીએ પણ CM ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી વિવાનના પિતાએ લોકોને હવે મદદ માટે ફંડ એકત્રિતના કરવા વિનંતી કરી છે. જે સંગઠનોએ વિવાન માટે મદદ કરી છે તેમનો આભાર માન્યો હતો. વિવાન માટે એકત્રિત થયેલ રકમનો ઉપયોગ સેવાકીય પ્રવૃતિ માટે કરશે તેની ખાતરી આપી હતી.કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ હાલ હેરાન પરેશાન છે વિવાન ના અવસાન ના સમાચાર થી રાજ્યમાં શોકની લહેર પ્રસરી ગઈ છે

Next Story