ગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

કોરોનાની સ્થિતિ થાળે પડતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું

New Update
ગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

કોરોનાની સ્થિતિ થાળે પડતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે દેશ-દુનિયા અને રાજ્યવાસીઓના સારા સ્વાસ્થ્ય અને કોરોના મહામારીમાંથી લોકોને બચાવવા વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ થાળે પડતાં સરકાર દ્વારા લોકોને છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે રવિવારના રોજ વહેલી સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા આવી પહોચ્યા હતા. તો સાથે જ તેમના ધર્મપત્ની અંજલી રૂપાણીએ પણ મહાદેવના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નીએ મહાદેવને શિશ ઝૂકાવી જળાભિષેક સાથે તત્કાલ મહાપૂજા કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશ અને દુનિયાને કોરોના મહામારીના સંકટમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી હતી. તો સાથે જ રાજ્યવાસીઓના સારા સ્વાસ્થ્ય માટે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરાય હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે ભાજપના અગ્રણી નિતીન ભારદ્વાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા, વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં

New Update
varsada

ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે.

હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 

હવાામાન વિભાગે ઓગસ્ટના અંત સુધી રાજ્યમાં મેઘ મહેર યથાવત રહેવાના સંકેત આપ્યાં છે. બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જને લઈ અનેક જિલ્લામાં આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે.બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા વ્યકત કરી છે.