ગીર સોમનાથ: પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રીએ સોમનાથ દાદાના કર્યા દર્શન

પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રી પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા

New Update
ગીર સોમનાથ: પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રીએ સોમનાથ દાદાના કર્યા દર્શન

પ્રકૃતિ બચાવોના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નિકળેલ સાઇકલ યાત્રી પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા અને દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

સોમનાથ મહાદેવના દર્શનાર્થે વાપીના પરમવીર ભારતી પહોંચ્યા હતા. તેઓ ભારત દેશના ગામડાઓ તથા શહેરોની સાઈકલ યાત્રા કરવા નીકળ્યા છે. ગઈકાલે તેઓ સોમનાથ પહોંચ્યા હતા અને દેવાધિદેવ મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિશેષમાં સાઈકલ ચલાવવાના ફાયદાઓ અંગે તેઓએ જણાવ્યુ હતુ કે સાઈકલ ચલાવી આપણે પ્રકૃતિ અને અર્થતંત્ર માટે વિશેષ યોગદાન આપી શકીએ છે સાથે જ સ્વાસ્થયને લગતા ફાયદાઓ પણ ખુબ મહત્વના છે.

Latest Stories