મિતીયાજ ગ્રામ પંચાયતનો અનોખો પ્રયાસ
યુવા સરપંચનો લોકહિત માટે નિર્ણય
શ્રમિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય
ગ્રામ પંચાયત રાત્રે પણ રહેશે કાર્યરત
સરપંચના નિર્ણયને બિરદાવતા ગ્રામજનો
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામના યુવા સરપંચે શ્રમિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખી લોકહિતમાં પ્રસંશનીય પ્રયાસ કર્યો છે.પંચાયત કચેરીને રાત્રીના સમયે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજની ગ્રામ પંચાયત રાત્રે 8:30 થી 10:00 વાગ્યા સુધી કાર્યરત રહે છે. ગામના મોટા ભાગના લોકો ખેતી અને મજૂરી કરે છે. તેથી સરકારી સેવા પ્રાપ્ત કરવામાં તેમને મુશ્કેલી પડે છે. તેથી પંચાયતે રાત્રે કચેરી ખુલ્લી રાખવાનું નક્કી કર્યું છે. આ વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડ, આધારકાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓના કામ રાત્રિના સમયે પૂર્ણ કરવામાં આવે છે. રાત્રે સરપંચ પણ હાજર રહે છે.આમ, શ્રમિકોને રોજીરોટી ગુમાવ્યા વગર તમામ સેવાઓ ઘરઆંગણે મળી રહે છે.