Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું...

ગીર સોમનાથ જિલ્લાના આદિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું હતું.

X

ગીર સોમનાથ જિલ્લાના આદિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું હતું.

મહાશિવરાત્રીના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. કોરોના મહામારી બાદ સુખાકારી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તોના મહેરામણથી સોમનાથ નગરના માર્ગ શોભાયમાન થયા હતા. વહેલી સવારે મહાદેવને પારંપરિક શૃંગાર કરવામાં આવ્યો હતો. સાથે જ શ્વેતાંબર, પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહી હતી. ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપુજા અને પાલખીયાત્રા પણ યોજાય હતી, ત્યારે મહાદેવ જાણે સ્વયં નગરચર્યાએ નિકળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મહાશિવરાત્રીના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Next Story