Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : સમાન વિજદર મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા…

ગીર સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ : સમાન વિજદર મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા રેલી-ધરણાં પ્રદર્શન યોજાયા…
X

ગીર સોમનાથ જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્ને જિલ્લા સેવા સદન કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી યોગ્ય ન્યાયની માંગ સાથે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.

ગીર સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને સમાન વિજદર મુદ્દે સૂત્રોચ્ચાર સાથે રેલી અને ધરણા પ્રદર્શન યોજી જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મારફતે સરકારને આવેદન પત્ર પાઠવતી વેળા ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સહિત દરેક તાલુકા મથકેથી ખેડૂત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. આવેદન પત્રમાં જનવાયા અનુસાર, ભારતીય કિસાન સંઘની આ પ્રમાણે માંગ છે કે, વીજ મીટર અને હોર્સ પાવરમાં સમાન વિજદર આપવો, મીટર આધારીત બોરવેલનું વીજ બીલ દર 2 મહીને ભરાશે, ફિક્સ ચાર્જમાં રાહત આપવા બાબત, સ્વૈછીક લોડ વધારાની સ્કીમ, બોરવેલ પરનો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે, કિશાન સુર્યોદય યોજના (દિવસે વિજળી) તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવો તેમજ ગીર વિસ્તારના તમામ એ.જી. ફીડરને કેબલ વાયર કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે.

Next Story