Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : માવઠાએ બગાડી છે ખેડૂતોની દશા, સુકારા બાદ પાકમાં ફૂગ-રાત્રડ સહિતના રોગ

ગિર સોમનાથ ‌જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં કમોસમી વરસાદની મોટી અસર જોવા મળી ‌છે.

X

સોમનાથ ‌જીલ્લામાં ઘઉં, ચણા અને અન્ય પાકોમાં કમોસમી વરસાદની મોટી અસર જોવા મળી ‌છે. શિયાળુ પાકમાં વિવિધ રોગના કારણે પાક નષ્ટ થવાના આરે છે, ત્યારે હવે અહીના ખેડૂતોના માથે ભર શિયાળે ચિંતાના વાદળો ઘેરાયા હોવાનો ઘાટ ઘડાયો છે.

ગિર સોમનાથ ‌જીલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને ગિર ગઢડા સહિતના અન્ય વિસ્તારોમાં ખેડૂતોએ હજારો હેક્ટરમાં પાકનું વાવેતર‌‌ કર્યું હતું. એક તરફ પાક લેવાનો સમય હતો, જ્યારે બીજી તરફ કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે માવઠાના કારણે ખેડૂતોએ કરેલી આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અહી માવઠા બાદ ખેતીને મોટું નુકશાન પહોચ્યું છે. પાણીના સુકારા બાદ પાકમાં ફૂગ અને રાત્રડ સહિતના અન્ય રોગ જોવા મળી રહ્યા છે. જેના કારણે હવે પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 2 વર્ષથી કમોસમી અને આગોતરા‌-પાછોતરા વરસાદના પગલે ખેતીમાં નુકશાની આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

Next Story