Connect Gujarat
ગુજરાત

ગિર સોમનાથ : વેરાવળ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી ઉભરાય, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી...

ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે

X

ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે, ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કમોસમી ‌વરસાદની અસર રવી પાકોમાં જોવા મળી હતી. તેવામાં ઘઉનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતાં માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા ખેડૂતોને પોષણક્ષમ અને સારો ભાવ મળતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છેલ્લા બે-ત્રણ વર્ષથી અન્ય પાકોની ખેતી કરવા તરફ વળ્યા છે, કારણ કે, કમોસમી વરસાદ અને માવઠાના પગલે પાકને ઘણું નુકશાન થઈ રહ્યું છે. તેમ છતાં આ વર્ષે કમોસમી માવઠા વચ્ચે રવી પાકોનું વાવેતર સારું એવું થયું છે. જેમાં ઘઉં, ધાણા અને ચણા સહિતના અન્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, ત્યારે રવી પાકની‌ વાત કરીએ તો, ઘઉંનું વાવેતર 49,800 હેક્ટરમાં થયું છે, જ્યારે ચણાનું વાવેતર 28,842 હેક્ટરમાં થયું છે. આ સાથે જ અન્ય પાકોનું પણ 29,000 હેક્ટરમાં વાવેતર‌ થયું છે.

જોકે, ગીર સોમનાથ જીલ્લામાં કુલ વાવેતરની વાત કરીએ તો, 1,07,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જેથી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ‌વાવેતરમાં વધારો જોવા‌ મળી રહ્યો છે. જેના કારણે વેરાવળ માર્કેટ યાર્ડ ઉભરાય ઉઠી છે. તેવામાં વેરાવળની બજાર સમિતિ ખાતે ખેડૂતોને ઘઉંના ભાવ 475 રૂપિયા સુધી મળી રહેતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ કાજલી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મુશ્કેલીઓ ન પડે તે માટે પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

Next Story