Connect Gujarat
ગુજરાત

સરકાર કોરોનાથી 10942 મૃત્યુ જાહેર કર્યા, કોરોનાથી અનાથ થયેલા બાળકોની 20970 અરજીઓ મંજૂર કરી

વિધાનસભામાં વીજળીના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યો હતો.

સરકાર કોરોનાથી 10942 મૃત્યુ જાહેર કર્યા, કોરોનાથી અનાથ થયેલા બાળકોની 20970 અરજીઓ મંજૂર કરી
X

વિધાનસભામાં વીજળીના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઈને મોદી અદાણી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. સામે દંડક પંકજ દેસાઇએ કહ્યું કે પ્રધાનમંત્રી માટે જે શબ્દો ઉઠાવ્યા એની વિપક્ષ માફિ માગે તેવું કહ્યું હતું.

વિધાનસભા અધ્યક્ષ પોતાના સ્થાને ઉભા થતા તમામ ધારાસભ્યો શાંત થયા ગતા. અધ્યક્ષે કહ્યું રેકોર્ડ તપાસીને મારો નિર્ણય જાહેર કરીશ. અધ્યક્ષના નિર્ણય બાદ પણ દંડ કે માફિ માગવા રજૂઆત કરી અને ભાજપના મંત્રી સહિતના ધારાસભ્ય ઉભા થઈ ગયા હતા. અધ્યક્ષે દંડકને કહ્યું કે મારો નિર્ણય કાલે જાહેર કરીશ, અત્યારે કશુ નહોય બેસી જાઓ. ત્યાર બાદ ગૃહની કાર્યવાહી આગળ વધી હતી કોરોના વોરિયર્સના આશ્રિત કુટુંબને સહાય અંગે પૂછેલ પ્રશ્નો ની સંકલિત માહિતી સરકારે વિધાનસભામાં રજૂ કરી હતી. જે પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલ ૯૪ કોરોના વોરીયર્સને સહાય ચૂકવવામાં આવેલ છે.

જ્યારે ૧૪ કોરોના વોરીયર્સના આશ્રિત કુટુંબને રૂ .૭ કરોડ કરોડની રકમ ચૂકવવાની બાકી છેકોરોના ટેસ્ટ માટે સને ૨૦૨૦ અને ૨૦૨૧ માં આરટીપીચર ટેસ્ટ માટેની ૭૨,૦૩,૦૦૦ કીટ અને રેપીડ ટેસ્ટ માટેની ૧,૫૯,૭૦,૦૦૦ કીટ ખરીદવામાં આવી તે માટે અનુક્રમે ૨૬,૪૧,૭૮,૭૫૮ અને ૨૯૧,૪૫,૮૨,૦૦૦ રૂપિયામા ખરીદવામાં આવી છે.વિરમગામ ના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ના સવાલ પર રાજ્ય સરકારે જવાબ આપ્યો કે કોરોનાના પાછલા બે વર્ષમાં માત્ર અમદાવાદ શહેરમાં જ 1792 મ્યુકરમાયકોસીસના કેસ નોંધાયા છે. જે પૈકી 220 દર્દીઓના મ્યુકરમાયકોસીસ બાદ મૃત્યુ થયા છે. જ્યારે કુલ 1572 દર્દીઓ સાજા થયા છે.

Next Story