Connect Gujarat
ગુજરાત

રક્ષાબંધને ડોક્ટરો-અધ્યાપકોને સરકારની ભેટ; સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સની જાહેરાત

આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકનું પર્વ રક્ષાબંધનનો તહેવા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી

રક્ષાબંધને ડોક્ટરો-અધ્યાપકોને સરકારની ભેટ; સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સની જાહેરાત
X

આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકનું પર્વ રક્ષાબંધનનો તહેવા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ મેડિકલ કોલેજોમાં અધ્યપક તરીકે સેવા આપતા કર્મચારીઓનો રક્ષાબંધન પર્વ પર અનોખી ભેટ આપવામાં આવતા કર્મચારીઓમાં આનંદ અને ખુશીનો લહેર જોવા મળી રહી છે.

આજે ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ GMERSના અધ્યાપકોને સરાકને મોટી ભેટ આપી છે. રક્ષાબંધનના તહેવારના દિવસે જ DyCM નીતિન પટેલે એક મોટી જાહેરાત કરતા ગુજરાતના ડોક્ટરો અને અધ્યાપકોને સાતમાં પગારપંચની મંજૂરી આપી દીધી છે. જેથી ઈન-સર્વિસ ડોક્ટરો અને GMERSના અધ્યાપકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સાતમાં પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સની મંજૂરી મળતા કર્મચારીઓમાં આનંદની લહેર વ્યાપી ગઇ છે.

Next Story