Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આકાશી આફત : 18 સ્ટેટ હાઈવે સહિત 201 રસ્તા બંધ, STના 55 રૂટ પણ રદ્દ

ગુજરાતમાં આકાશી આફત : 18 સ્ટેટ હાઈવે સહિત 201 રસ્તા બંધ, STના 55 રૂટ પણ રદ્દ
X

ગુજરાતમાં પૂરના કારણે પરિસ્થિતિ વધુને વધુ વિકટ થઈ રહી છે. રાજ્યમાં વરસાદનાં કારણે કેટલાય ગામો સંપર્કવિહોણા થઈ ગયા છે જ્યારે રાજ્યમાં ઘણા બધા રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ઘણા બધા રસ્તાઓ બંધ કરી દેવાનો વારો આવ્યો છે. રાજ્યમાં વરસાદનાં કારણે કુલ 201 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે જ્યારે પંચાયત હસ્તકના 162 રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા છે. વરસાદનાં કારણે ST બસને પણ અસર પહોંચી છે. ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિનાં કારણે STની 221 ટ્રીપ અને 55 રૂટ બંધ કરવામાં આવ્યા છે. GSRTCએ 33 જિલ્લાના જુદા જુદા રૂટ બંધ કર્યા છે જેમા ભાવનગરના 5, બોટાદના 2, જૂનાગઢના 11, જામનગરના 30, દ્વારકાના 7 સહિત કુલ 55 રૂટ હાલ બંધ છે.

Next Story
Share it