Connect Gujarat
ગુજરાત

ગુજરાત : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની વધુ એક સિદ્ધી, IT સેક્ટરની 2 ખ્યાતનામ કંપની સાથે કર્યા કરાર

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારની વધુ એક સિદ્ધીના પગલે રાજ્યમાં IT સોફ્ટવેર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સેવામાં વધારો થવા જઈ રહ્યો છે.

ગુજરાત : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની વધુ એક સિદ્ધી, IT સેક્ટરની 2 ખ્યાતનામ કંપની સાથે કર્યા કરાર
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારની વધુ એક સિદ્ધીના પગલે રાજ્યમાં IT સોફ્ટવેર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સેવામાં વધારો થવા જઈ રહ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે GESIA IT એસોસિયેશન અને ઇન્ટીગ્રીટી ગૃપ સાથે કરાર કરવામાં આવ્યા હતા.

GESIA એસોસિયેશન આગામી 5 વર્ષમાં રૂ. 2 હજાર કરોડનું રોકાણ કરી અંદાજે 6700 લોકોને રોજગારીની તકો ઉપલ્બઘ કરશે. એટલું જ નહીં ઇન્ટીગ્રીટી ગૃપ રૂ. 100થી 150 કરોડનું રોકાણ કરીને 3 હજાર જેટલી રોજગારીની તકો ઉપલ્બ થવા જઈ રહી છે. આ સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઘડાયેલ IT/ITES પોલિસી 2022-27ને મળ્યો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે.

Next Story