Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં 70 ટકા લોકોમાં જોવા મળી એન્ટિબોડી, વાંચો ICMRનો સર્વે શું કહી રહ્યો છે

ગુજરાતમાં 70 ટકા લોકોમાં જોવા મળી એન્ટિબોડી, વાંચો  ICMRનો સર્વે શું કહી રહ્યો છે
X

દેશનાં 21 રાજ્યમાં કરવામાં આવેલા એક સર્વેમાં એ વાત પ્રકાશમાં આવી છે કે અહીંની બે-તૃતીયાંશ વસતિમાં કોરોના વાઈરસની એન્ટિબોડી ડેવલપ થઈ છે. 79 ટકા એન્ટિબોડીની સાથે મધ્યપ્રદેશ સૌથી આગળ છે, જ્યારે માત્ર 44.4 ટકા એન્ટિબોડીની સાથે કેરળ સૌથી પાછળ છે. જોકે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત સહિત 8 રાજ્યમાં 70 ટકાથી વધુ લોકોમાં એન્ટિબોડી વિકસિત થઈ છે.

જોકે ચિંતાની વાત એ છે કે હાલ દેશમાં સૌથી વધુ સંક્રમણના કેસ કેરળમાં નોંધાઈ રહ્યા છે.ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ(ICMR) તરફથી 14 જૂનથી 16 જુલાઈની વચ્ચે કરાવવામાં આવેલા સીરો સર્વેનો રિપોર્ટ બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યો છે. દેશના 70 જિલ્લામાં ICMRનો આ ચોથો સીરો સર્વે છે. કોઈ વસતિના બ્લડ સીરમમાં એન્ટિબોડીના લેવલને સીરોપ્રિવલેન્સ કે સીરોપોઝિટિવિટી કહેવામાં આવે છે.

આ પરિણામને જોતાં સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સૂચન કર્યું કે તેઓ ICMRના દિશા-નિર્દેશમાં પોતાનો સીરોપ્રિવલેન્સ સ્ટડી કરાવે. આ સીરો સર્વેનાં પરિણામોનો કોરોનાના નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી શકશે.ICMRનો સીરો સર્વે નેશનલ લેવલ પર કોવિડ ઈન્ફેક્શનના ફેલાવવાને સમજવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો હતો. એનાં પરિણામો જિલ્લા અને રાજ્યોની વચ્ચે સીરોપ્રિવલેન્સની વિવિધતા કે વરાઈટી બતાવતા નથી.

Next Story