Connect Gujarat
ગુજરાત

આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ, ધો 10-12ના આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

આજથી એટલેકે 28મી માર્ચથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરુ થઇ છે.

આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરુ, ધો 10-12ના આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
X

આજથી એટલેકે 28મી માર્ચથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરુ થઇ છે. અમદાવાદમાં કુલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3,312 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે. તો કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 હજાર 493 અને વિજ્ઞાન પ્રવાહમાં 7 હજાર 652 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તો શહેર અને ગ્રામ્ય મળીને કુલ 348 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે . અમદાવાદમાં ધોરણ 10માં 59 હજાર 285 વિદ્યાર્થી પરીક્ષા આપશે . આજે ધોરણ 10 ની ભાષા વિષયની પરીક્ષા, સવારે 10 થી બપોરે 1.15 દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્રની પરીક્ષા, બપોરે 3 વાગ્યાથી સાંજે 6.30 દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે 10.30 થી 1.45 સુધી સહકાર પંચાયત, જ્યારે બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીમાં નામાંના મૂળ તત્વોની પરીક્ષા યોજાશે.

Next Story