Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસે 12 શહેરના પ્રમુખ કર્યા નિયુક્ત,જાણો કોણ છે લીસ્ટમાં..

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ સંગઠનને મજબૂત બનાવી રહી છે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ધમધમાટ ચાલી રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસે 12 શહેરના પ્રમુખ કર્યા નિયુક્ત,જાણો કોણ છે લીસ્ટમાં..
X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ સંગઠનને મજબૂત બનાવી રહી છે રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ ધમધમાટ ચાલી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર સહિત રાજ્યના 12 શહેર-જિલ્લાના પ્રમુખની નિમણૂક કરાઇ છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ તેમજ કાર્યકારી અધ્યક્ષ ની જાહેર કરેલી યાદી મુજબ ગાંધીનગર શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલા અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે સુરેશ પટેલ તથા સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનહર પટેલ ની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત શહેર કોંગ્રેસમાં 4 કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ફિરોઝ મલેક, ભૂપેન્દ્ર સોલંકી અને અશોક પિપ્પલે તથા દીપક નાયક સમાવાશે થાય છે તો રબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રામ ઓડેદરાના નામ પર ઉચ્ચ કક્ષાએથી મહોર લગાવવામાં આવી છે અને મહેસાણા કોંગ્રેસ પ્રમુખ તરીકે રણજીત ઠાકોર તથા વલસાડ જિલ્લા પ્રમુખનો ચાર્જ દિનેશ પટેલના શિરે મુકવામાં આવ્યો છે. વધુમાં કચ્છ પ્રમુખનો તાજ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભાવનગરમાં પ્રકાસ વાઘાણી અને ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણા તથા ભરૂચ શહેર પ્રમુખ તરીકે તેજ પ્રતાપ સિંહ ઉપરાંત અરવલ્લીમાં કમલેન્દ્રસિંહ પવારની વરણી કરવામાં આવી છે

Next Story