Connect Gujarat
ગુજરાત

ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-2022 માટે નવી માર્ગદર્શિકા જાહેર, વાંચો કયા નિયમો અમલી બનાવાયા

હજ કમિટી ઓફ ઇન્ડિયા હજ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકામુજબ ૬૫ વર્ષથી નીચેના અને સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હશે.

ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-2022 માટે નવી માર્ગદર્શિકા જાહેર, વાંચો કયા નિયમો અમલી બનાવાયા
X

હજ કમિટી ઓફ ઇન્ડિયા હજ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકામુજબ ૬૫ વર્ષથી નીચેના અને સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હશે. તેવા અરજદારો જ હજ માટે જવા લાયક ગણાશે.સાઉદી અરેબિયા જવાના સમયે ૭૨ કલાકની અંદર કરાવેલ RT-PCR ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.વધુમાં કિંગડમ ઓફ સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હજ ૨૦૨૨ માટે ૬૫ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. આથી, ૭૦ કેટેગરીની અરજીઓતેમજ ૬૫ વર્ષ ઉપરના સામાન્ય કેટેગરીના અરજદારોની અરજી પણ આપોઆપ રદ્દ થયેલ ગણાશે.

આથી રિઝર્વ કેટેગરીના કવર રદ્દ કરવામાં આવેલ છે હજ અરજદારો હજ કમીટી ઓફ ઇન્ડિયાની વેબસાઈટ https://hajcommittee.gov.in પર તા.૨૨ એપ્રિલ ૨૦૨૨ સુધી નિયત શરતો મુજબ ઑનલાઈન અરજી કરી શકશે.આ ઉપરાંત નવી અરજી માટે અરજદારનો મશીન રીડેબલ પાસપોર્ટ, કે જે ૨૨ એપ્રિલ ૨૦૨૨ પહેલા ઈસ્યૂ થયેલ હોય અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી વેલિડ હોય તેવા અરજદારે નવેસરથી અરજી કરી શકશે. તારીખ ૩૦ એપ્રિલ૨૦૨૨ની સ્થિતિએ ૬૫ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા અરજદારો કે જેઓ એ પહેલા અરજી કરેલ નથી, તેવા અરજદારો નવેસરથી અરજી કરી શકશે તેમજ તેઓએ સાઉદી ગવર્મેન્ટ માન્ય કરેલ વેક્સિન લીધેલી હોવી જોઈશે.એવી સ્ત્રી કે જેઓના મેહરમની ઉમર ૬૫ વર્ષ કરતા વધારે હશે તેની અરજી પણ રદ કરવામાં આવશે, પરંતુ એવી સ્ત્રીઓ ૬૫ વર્ષ કરતા ઓછી વયના મેહરમ-કમ્પેનિયન બદલવા માટે અરજી કરી શકશે.

Next Story
Share it